બજેટ પહેલા શેયર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યુ. શરૂઆતી વેપારમાં સેંસેક્સમાં 174 અને Nifty 63 અંકોના નુકશાન સાથે ખુલ્યુ એક કલક પછી બજારમાં મામૂલી સુધારો થયો અને લાલ નિશાન પર વેપાર કરી રહેલ સેસેક્સ લીલા નિશાન પર આવી ગયુ. સેંસેક્સ 15.62 અંકોની તેજી પછી 40,739 પર વેપાર કરવા લાગ્યુ. બીજી બાજુ નિફ્ટી પણ લીલા નિશાન પર આવી ગયુ.
ઉલ્લેખનીય છે કે શનિવારે બજેટ રજૂ થવાના કારણે શેર બજાર અવકાશ હોવા છતા કારોબાર થઇ રહ્યો છે. જોકે આ કોઇ પ્રથમવાર નથી જ્યારે બજેટ પર ઘરેલૂ શેર બજાર શનિવારે પણ ખુલ્યુ હોય. આ પહેલા પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીએ 28 ફેબ્રુઆરી 2015ના રોજ શનિવારના દિવસે જ બજેટ રજૂ કર્યું હતું અને તે દિવસે પણ બજારમાં કારોબાર યથાવત હતો. સામાન્ય રીતે શનિવાર-રવિવારે બજાર બંધ રહે છે.
અઠવાડિયાના શરૂઆતના બે કારોબારી દિવસ સોમવાર અને મંગળવારે સેન્સેક્સ 645 અંક સુધી ગગડ્યો હતો, ત્યાં જ નિફ્ટી પણ લગભગ 194 સુધી નીચે આવી ગઇ હતી. જોકે, બુધવારે સેન્સેક્સ 213.80 અંકોની તેજી સાથે 41,198.66 પર અને નિફ્ટી 73.70 અંકોની તેજી સાથે 12,129.50 પર બંધ થઇ હતી.