Anupama ની માઘવી ગોગટેનુ કોરોનાથી નિધન, ભાવુક થઈ રૂપાલી ગાંગુલી

Webdunia
સોમવાર, 22 નવેમ્બર 2021 (11:54 IST)
rupali ganguli
ટીવી ઈંટસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી માઘવી ગોગટે  (Madhavi Gogte) નુ રવિવારે નિધન થઈ ગયુ છે. હાલ તેઓ સુપરહિટ ટીવી શો અનુપમા (Anupama)માં રૂપાલી ગાંગુલીની  (Rupali Ganguli) માતાનુ પાત્ર ભજવી રહ્યા હતા. સમાચારનુ માનીએ તો માઘવી છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના સંક્રમણથી પીડિત હતી. આ કારણે તેમને મુંબઈના સેવન હીલ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 
 
 
રવિવારે બગડી ગઈ તબિયત 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ રવિવારે અભિનેત્રીની તબિયત બગડવા લાગી, જ્યારબાદ તેની હાલતને કંટ્રોલમાં ન કરી શકાયો અને માઘવીનુ નિઘન થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે તે હજુ પણ 58 વર્ષની હતી. માઘવીના નિધનથી હવે પૂરી ઈંડસ્ટ્રીમાં શોક ની લહેર છવાય ગઈ છે. અનેક કલાકારોએ તેમને શ્રદ્ધંજલિ આપવી શરૂ કરી છે. 
 
રૂપાલીએ આપી શ્રદ્ધાંજલિ 
 
માઘવીના નિધનના સમાચાર મળતા જ તેમની કો-એકટ્રેસ રૂપાલી ગાંગુલીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ, ઘણુ બધુ કહેવાનુ રહી ગયુ. સદ્દગતિ માઘવીજી. 
 
તેણે માઘવી સાથે પોતાના બે તસ્વીરો પણ શેયર કરી છે. ઉલ્લેખનીય છે કે અનુપમામાં માઘવીએ રૂપાલી ગાંગુલીની માતાનુ પાત્ર ભજવ્યુ હતુ, પણ પછી તેમનુ સ્થાન સવિતા પ્રભુએ લીધુ હતુ. 
 
નીલૂ કોહલીએ પણ આપી શ્રદ્ધાંજલિ 

 
બીજી બાજુ માઘવીની મિત્ર અને અભિનેત્રી નીલૂ કોહલીએ પણ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યુ, માઘવી ગોગટે મારી વ્હાલી મિત્ર.. નહી.. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તમે અમને છોડીને જતા રહ્યા. 
 
દિલ તૂટી ગયુ માઘવી. તમરી જવાની વય નહોતી. આ કોવિડ. કાશ મે એ ફોન ઉઠાવીને તમારી સાથે વાત કરી હોત, જ્યારે તમે મારા મેસેજનો જવાબ નહોતો આપ્યો. હુ હવે ફક્ત પછતાવો કરી શકુ છુ. 

 
અનેક શોજ માં જોવા મળી ચુકી છે માઘવી 
 
ઉલ્લેખનીય છે કે માઘવી છેલ્લા ઘણા સમયથી ઈંડસ્ટ્રેનો ભાગ રહી હતી. તેમણે કહી તો હોગા, કોઈ અપના સા અને એસા કભી સોચા ના થા જેવી અનેક ટીવી શોજ માં કામ કર્યુ છે. હિન્દી ઉપરાંત તેઓ મરાઠી સીરિયલ્સમાં પણ ખૂબ એક્ટિવ 

સંબંધિત સમાચાર

Next Article