Anupamaa- અનુપમાની માતાનુ નિધન, શોકમાં ડૂબી 'અનુપમા'

Webdunia
સોમવાર, 22 નવેમ્બર 2021 (11:01 IST)
21 નવેમ્બરે થયું નિધન અનુપમા સિરિયલમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવતી અભિનેત્રી માધવી ગોગટે (Madhavi Gogate) નું નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ અભિનેત્રીને કોરોના થયો હતો. 21 નવેમ્બરે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. આ દુખની ઘડીમાં રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેસેજ પોસ્ટ કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી. માધવીની ઉંમર 58 વર્ષ હતી. તેમની મિત્ર નીલુ કોહલીએ પણ માધવી માટે ઈમોશનલ મેસેજ શેર કર્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article