રીટા રિપોર્ટર' ના લગ્ન તારક મહેતા..' ફૅમ પ્રિયા-માલવે બીજીવાર લગ્ન કર્યા,

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (17:57 IST)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરનો રોલ ભજવી પ્રિયા આહુજાએ સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે 2011માં લગ્ન કર્યાં હતાં. હાલમાં જ લગ્નને 10 વર્ષ થતાં પ્રિયા તથા માલવે બીજીવાર લગ્ન કર્યાં 
 
લગ્નમાં જેઠાલાલનો રોલ પ્લે કરતાં દિલીપ જોષી, પત્રકાર પોપટલાલ એટલે શ્યામ પાઠક, સોનુ બનતી પલક સહિતના કલાકારો આવ્યા હતા. માલવ તથા પ્રિયાનું ગઠબંધન પલક સિધવાણીએ કર્યું હતું. લગ્નમાં કુશ શાહ, સમય શાહ, નિધિ ભાનુશાલી પણ આવ્યા. 
 
લગ્ન બાદ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં સિરિયલમાં ચંપકચાચાનો રોલ ભજવતા અમિત ભટ્ટે જોરદાર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર અમિત ભટ્ટે પહેલાં પ્રિયા આહુજા સાથે અને પછી જૂની સોનુ (નિધિ ભાનુશાલી) સાથે ડાન્સ કર્યો હતો. ડાન્સ કરતાં સમયે અમિત ભટ્ટે બબીતા (મુનમુન દત્તા)ને પણ ડાન્સ કરવાનો આગ્રહ કર્યો હતો.
 

સંબંધિત સમાચાર

Next Article