સહરીમાં ગળ્ય ખાવુ સુન્નત માનવામાં આવે છે તેથી આજે અમે તમને એવી કેટલીક રેસીપીઝ બતાવીશુ જેને તમે રાત્રે ઉઠીને માત્ર 15 મિનિટમાં બનાવી શકશો
રમજાનના મહિનામાં ઈબાદત કરવાનુ બમણુ ફળ મળે છે. તેથી બધા લોકો રોજા કરવાની સાથે સાથે કુરાનની કસરતથી તિલાવત કરે છે. એટલુ જ નહી રમજાન મહિનામાં લગભગ બધા મુસલમાનોના ઘરે ઈફ્તારના સમયે સ્વાદિષ્ટ અને લજીજ પકવાન બનાવવામાં આવે છે અને રોજેદારને પીરસવામાં આવે છે. રોજા કરવા માટે મુસ્લિમ સમુહના લોકો સવારે સૂર્યોદય પહેલા સહેરી બનારે છે અને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહે છે અને સાંજે ઉપવાસ તોડે છે.
સામગ્રી - 8 સફેદ બ્રેડ
400 ગ્રામ દૂધ
500 ગ્રામ ખાંડ
500 ગ્રામ - માવો
4 ચમચી દેશી ઘી
બનાવવાની રીત - શાહી પીસ બનાવવા માટે સૌથી પહેલા તમે ગેસ પર તવો મુકો અને તેમા 1 ચમચી દેશી ઘી નાખીને બ્રેડને સાધારણ ફ્રાય કરી લો. જ્યારે બ્રેડ ફ્રાઈ થઈ જાય તો એક બીજી પેનમાં દૂધ નાખો અને તેને હળવા તાપ પર થોડુ ગરમ કરી લો. પછી તેમા ખાંડ, કેસર, દેશી ઘી નાખીને દૂધને ઘટ્ટ થતા સુધી પકવી લો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
એક પ્લેટમાં બ્રેડને જુદી મુકો અને તેના પર ઘટ્ટ કરેલુ દૂધ નાખો. પછી બ્રેડ પર માવો ભભરાવો અને છીણેલુ નારિયળ તેમજ ડ્રાયફ્રુટ્સથી સજાવો. હવે ફરીથી ઉપર બચેલુ દૂધ નાખી દો. બસ તમારા શાહી ટુકડા બનીને તૈયાર છે. હવે તેને ફટાફટ સર્વ કરો.