સુરતના પાંડેસરા GIDCમાં એસિટો નામની કેમિકલની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સર્જાઇ છે. કેમિકલની ફેકટરીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો છે. 12 વાગ્યાની વાગ્યાની
આસપાસ ધડાકા સાથે ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો મુજબ બે ધડાકા સાથે ફેક્ટરીમાં આગ લાગી હતી. નાઈટ્રોઝન પેરોક્સાઈડ નામનું કેમિકલ કંપનીમાં છે. આ આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 5થી વઘુ ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી છે. કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ધૂમાડાના ગોટેટોળે નીકળ્યા નીકળી રહ્યા છે. જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા છે.
ફેક્ટરીમાં કેમિકલ હોવાથી સ્થાનિકોને શ્વાસમાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ ધ્યાને આવી છે. બોઈલર ફાટવાથી આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. પવનની વિરૂદ્ધ દિશાથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરાઈ રહ્યો છે. કેમિકલ હોવાથી ફાયર વિભાગની મોઢા પર માસ્ક પહેરીને કામગીરી કરી રહ્યા છે.
કામદાર અમનસિંહ ગંગાદીન કેવટ(22) (રહે, ગણેશનગર, પાંડેસરા, સુરત, મૂળ, ઉત્તરપ્રદેશ) 3 મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો. ફેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા જ તે ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાં 40થી 50 કામદારો કામ કરી રહ્યા હતા. જેથી હજી પણ કામદારો ફસાયા હોવાની આશંકા છે. જને પગલે ત્રણ 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી આવી છે. આ ઉપરાંત ઘણા કામદારો ફેક્ટરીમાં ફસાયા હોવાની માહિતી મળી છે.