સુરતવાસીઓને આટલા દિવસ પાણી નહીં મળે, લાઈન બદલવાના કારણે મેજર પાણી કાપ

મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (12:58 IST)
સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં  સૂર્યપુર ગરનાળાથી વૈશાલી હેલ્થ સેન્ટર સુધીની 55 વર્ષ જુની પાણીની લાઇન બદલવાની હોવાને કારણે આગામી શુક્રવાર એટલે 28 ફેબ્રઆરીનાં રોજ સેન્ટ્રલ ઝોન ,સહિત સિંગણપોર, ડુમસ , સુલતાનાબાદ, વેસુ,  ઉમરવાડા, ઉધના, પાંડેસરા, પાર્લે પોઇન્ટ, ડભોલી, અલથાણ સહિતનાં વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહી. પરીણામે અસરગ્રસ્ત વિસ્તારનાં લોકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવાની અપિલ મનપા દ્વારા કરવામાં આવી છે. વરાછા ઝોનમાં ‍વૈશાલી હેલ્થ સેન્ટર જકંશન ચાર રસ્તા, વરાછા મેઇનરોડ અને ખાંડ બજાર સૂર્યપુર રેલ્વે ગરનાળા પાસે પસાર થતી પાણીની લાઇન વર્ષ 1969માં નાખવામાં આવી હતી. છેલ્લા પાંચ દાયકામાં પાણીની લાઇન જર્જરીત થઇ ગઇ હોય નવી લાઇન નાખવાની તજવીજ મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી 27મી ફેબુઆરી સવારનાં 11 વાગ્યે પાણીની પાઇપો બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેની કામગીરી 29મી ફેબ્રુઆરીનાં રોજ પૂર્ણ થાય તેવો અંદાજ આંકવામાં આવ્યો છે. જેને પગલે 28મી ફેબ્રુઆરીનાં રોજ ઉક્ત વિસ્તારોમાં પાણી પુરવઠો સપ્લાય કરી શકાશે નહી. પરિણામે અગાઉથી જ તમામ રહીશોને પાણીનો સંગ્રહ કરવાની વિનંતી મનપા દ્વારા કરવામાં આવી છે.
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર