મોંઘવારીઃ ઝાલાવાડી ચુડા અને વઢવાણી મરચાંના ભાવમાં વધારો

મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (11:43 IST)
ઝાલાવાડમાં ચુડા અને વઢવાણી મરચાંઓ દેશ વિદેશમાં વખણાય છે આથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેરઠેર મરચાંના વેચાણ માટે સ્ટોલ લાગી ચૂક્યા છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના ભાવમાં ૩૦ થી ૫૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓને મરચાંનો લાલ રંગ સાથે ભાવની તિખાશ આંખમાં અવશ્ય પાણી લાવી દેશે. ઝાલાવાડમાં માર્ચ માસના પ્રારંભે લાલ મરચાંના વેચાણનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ગૃહિણીઓ મરચાંની ખરીદી મોટા પાયે કરે છે. આથી હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેરઠેર મરચાંના વેચાણ માટે સ્ટોલ લાગી ચૂ્ક્યા છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના ભાવમાં ૩૦ થી ૫૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓને મરચાંનો લાલ રંગ સાથે ભાવની તિખાશ આંખમાં અવશ્ય પાણી લાવી દેશે. બીજીતરફ ખેડૂતોએ ખેતરોમાંથી મરચાંની કાપણી કરી વેપારીઓને વેચાણ માટે આપી દીધા છે. જેમાં ચુડાના અને અન્ય મરચાંઓનું વેચાણ ગુજરાત બહાર પણ શરૂ થઈ ગયુ છે. ચુડાના સિકંદરભાઈ તેમજ ઈરફાનભાઈએ જણાવ્યું કે, આ વર્ષે વરસાદે દગો આપ્યો છે. આથી મરચાનાં ભાવમાં ઉછાળો આવ્યો છે. સારી ગુણવત્તાવાળા મરચાના ભાવો ડબલ ગણો વધારો થયો છે. જ્યારે અન્ય મરચાંના ભાવો ૩૦ થી ૫૦ ટકા વધ્યા છે. જ્યારે હંસાબેન, લીલાબેન વગેરે ગૃહિણીએ જણાવ્યુ કે, ભાવના લીધે ઓછાં જથ્થામાં પણ મરચાંની ખરીદી કરવી પડશે. જિલ્લામાં વેપારીઓ વિવિધ મરચાઓને ઘંટીઓમાં દળીને ગૃહિણીઓને તૈયાર માલ વેંચે છે. આ ઉપરાંત બહાર મોટા જથ્થામાં દળેલું મરચું પેકીંગ કરી મોકલવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર