રાજકોટ સિવિલ હોસ્પિ.ની ગંભીર બેદરકારી, HIVગ્રસ્ત દર્દીનો નેગેટિવ રિપોર્ટ આપ્યો

મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (12:53 IST)
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં HIVગ્રસ્ત યુવકનો સિવિલ હોસ્પિટલે નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. રાજકોટના રેલનગરમાં રહેતો 35 વર્ષના યુવાનને પોતે એચાઈવીગ્રસ્ત હોવાનું ચાર વર્ષ પહેલાં માલૂમ પડ્યું હતું. જે બાદ યુવક આ હકીકત સાથે રોજિંદી જિંદગી જીવવા લાગ્યો હતો. પણ ગત રોજિંદી જિંદગી જીવવા લાગ્યો તેની તબિયત લથડતાં સિવિલ હોસ્પલ લઈ જવાયો હતો. અને ફરીથી તેનો એચઆઈવી રિપોર્ટ કરાવતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ચાર વર્ષથી એઈડ્સ હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારજનોને રિપોર્ટ ઉપર શંકા ગઈ હતી. જે બાદ તેઓએ રૈયા રોડ પર આવેલી ખાનગી લેબોરેટરીમાં એચાઈવીનો રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારજનોએ ફરીથી રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ ફરીથી ખાનગી લેબમાં રિપોર્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ જ આવ્યો હતો. આ દરમિયાન યુવકને કાનમાં દુખાવો થતો હોવાથી સિવિલ હોસ્પિટલનાં નેગેટિવ રિપોર્ટને આધારે જ યુવકનું કાનનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું. તો રાજકોટ સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા યુવકનાં બ્લડ સેમ્પલ બદલાઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને કોઈ નિર્દોષ વ્યક્તિને એચઆવી પોઝિટિવ રિપોર્ટ આપી દીધો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર