આ સાથે મેરી કોમના પંચે ટોક્યોની રિંગમાં ભારત માટે મેડલની આશા પણ ઉભી કરી દીધી છે. મેરી કોમે મહિલાઓનાં 51 કિલો વજનના વર્ગમાં રાઉન્ડ ઓફ 32નો મુકાબલો 4-1થી જીત્યો છે.
પહેલા રાઉન્ડમાં મેરી કોમને 30 પોઈન્ટ મળ્યા હતા જ્યારે ગારસિયાને 27 પોઈન્ટ મળ્યા હતા, બીજા રાઉન્ડમાં મેરી કોમને 28 પોઈન્ટ મળ્યા હતા જ્યારે આ રાઉન્ડમાં ગારસિયા 29 પોઈન્ટ સાથે મેરી કોમથી આગળ થઈ ગઈ હતી. ત્રીજા રાઉન્ડમાં મેરી કોમને 29 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 28 પોઈન્ટ મળ્યા હતા. ચોથા રાઉન્ડમાં મેરી કોમને 30 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 27 પોઈન્ટ મળ્યા હતા અને છેલ્લા પાંચમા રાઉન્ડમાં મેરી કોમને 29 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 28 પોઈન્ટ મળ્યા હતા.