Arunima sinha- અરુણિમા સિંહા એ દિવ્યાંગ યુવતી વિશ્વનાં સૌથી ઊંચા સાત શિખરો સર કર્યાં

મંગળવાર, 20 જુલાઈ 2021 (08:20 IST)
Photo : Instagram
અરુણિમા સિંહાનો જન્મ 20 જુલાઈ 1988 ઉત્તર પ્રદેશના આંબેડકર નગરની રહેવાસી છે અને કેંદ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) માં હેડ કાંસ્ટેબલના પદ પર 2012થી કાર્યરત છે. તે એક રાષ્ટ્રીય સ્તરની વૉલીબૉલ પ્લેયર રહી છે. 
 
ચાલતી ટ્રેનમાંથી લૂંટારુઓએ બહાર ફેંક્યાં
અરુણિમા સિંહા 11 એપ્રિલ 2011ને  કેંદ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) ની પરીક્ષા આપવા માટે પદ્માવતી એક્સપ્રેસથી લખનૌથી દિલ્લી જઈ રહી હતી. રાત્રે આશરે 1 વાગ્યે બરેલીની પાસે કેટલાક 
 
લૂંટારુઓએ તેમને એકલા જોઈ તેમનો સામાન અને ગળામાં રહેલી એક સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યા હતો. તેમનો સામનો કરતાં લૂંટારુઓએ તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધાં હતાં. ટ્રેનથી બહાર 
 
ફેંકવાના કારણે તેને ગંભીર ઈજા થઈ. તે આ સ્થિતિમાં હતી કે તે ખસી પણ શકતી નહોતી. બાજુના ટ્રેક પર એક ટ્રેન તેની તરફ આવી રહી હતી. તેને દૂર થવાની દરેક શકય પ્રયાસ કર્યા પણ ત્યારે સુધી ટ્રેન 
 
તેમના ડાબા પગની ઉપરથી નીકળી. 
તેઓ પાટા પર પડ્યાં અને સામેથી આવતી ટ્રેનમાં તેમનો પગ આવી જતાં તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ ઘટના અંગે તેઓ પોતાની વૅબસાઈટ પર લખે છે, "એ રાત્રે હું બે પાટા વચ્ચે પડેલી અને મારી બાજુમાંથી લગભગ આઠ ટ્રેન નીકળી."
"હું મારી જગ્યા પરથી ખસી પણ શકતી નહોતી ત્યારે મને થયું કે જો આ સ્થિતીમાં હું જીવી ગઈ તો મને હવે કંઈ જ નહીં થાય."
ભારતની એ દિવ્યાંગ યુવતી જેમણે વિશ્વનાં સૌથી ઊંચા સાત શિખરો સર કર્યાં
33 વર્ષનાં અરુણિમા સિંહા દુનિયાનાં પ્રથમ દિવ્યાંગ મહિલા બન્યાં છે.
જેમણે દુનિયાનાં એવરેસ્ટ સહિતનાં આઠ સૌથી ઊંચા શિખરોમાંથી સાત સર કરી લીધાં છે.
તેમણે શનિવારે તેમણે એન્ટાર્કટિકાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ વિન્સન સર કર્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર