HBD P V SINDHU - માત્ર 8 વર્ષની વયમાં પીવી સિંધુએ રેકેટ પકડી લીધુ હતુ, જીતી ચુકી છે પદ્મ શ્રી પુરસ્કાર

સોમવાર, 8 નવેમ્બર 2021 (12:52 IST)
5 જુલાઈ 1995ના રોજ તેલંગાનાના હૈદરાબાદમાં જન્મેલી પીવી સિંઘુની બૈડમિંટનમાં ઈંટરનેશનલ કેરિયર વર્ષ 2009થી શરૂ થયો હતો. તેમને રાષ્ટ્રીય સ્તર પર ધૂમ મચાવ્યા બાદ ઈંટરનેશનલ લેવલ પર પોતાના પ્રથમ મેડલ વર્સગ 2009માં જીતી હતી. પીવી સિંઘુના પિતા પીવી રમન્ના અને મા પી. વિજયા પણ વોલીબોલ પ્લેયર રહ્યા, પણ પુત્રી પીવી સિંઘુએ બેડમિંટનને પસંદ કર્યુ. પીવી સિંઘુના પિતા પીવી રમન્નાને વર્ષ 2000 માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીવી સિંઘુએ મેંહદીપટ્ટનમ સ્થિત સેંટ એંસ કોલેજ ફોર વુમેનમાં શિક્ષણ પુરૂ કર્યુ છે.  
 
જ્યારે પુલેલા ગોપીચંદે વર્ષ 2001 માં ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો એ સમયે સિંધુએ મોટા થઈને શટલર બનવાનો નિર્ણય લીધો હતો.  તેણે ફક્ત 8 વર્ષની ઉંમરે બેડમિંટન રમવાનું શરૂ કર્યું. તેણે મહેંબૂબ અલીની દેખરેખ હેઠળ સિકંદરાબાદના રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્જિનિયરિંગ ગ્રાઉન્ડથી બેડમિંટનની મૂળ તાલીમ શરૂ કરી હતી. આ પછી સિંધુએ હૈદરાબાદની પુલ્લાલા ગોપીચંદની ગોપીચંદ એકેડમીમાં તાલીમ શરૂ કરી
દીધી હતી. 
 
પીવી સિંધુએ ઈંટરનેશનલ લેવલ પર પોતાનુ પ્રથમ મેડલ વર્ષ 2009 માં જીત્યું હતું. ત્યારબાદ વર્ષ 2013 માં, તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 2014 વર્લ્ડ ચેમ્પિયનશીપ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેણે 2016 માં રિયો ડી જિનેરિયો ઓલિમ્પિક્સ અને 2017 માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પીવી સિંધુને વર્ષ 2013 માં અર્જુન એવોર્ડ, વર્ષ 2015 માં પદ્મશ્રી પુરસ્કાર અને વર્ષ 2016 માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચુકી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર