જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ગ સુધી કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર, એવું કહેવાય છે કે એકવાર આ વ્રત શરૂ કર્યા પછી તે ઓછામાં ઓછા 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી કરવું જોઈએ. ચાલો જાણીએ જયા પાર્વતી વ્રત, શુભ સમય, નિયમો, પૂજા પદ્ધતિ અને તેનું મહત્વ.