Kitchen tips: કોથમીરને લાંબા સમય સુધી રહેશે ફ્રેશ અજમાવો આ ટીપ્સ Tips

શુક્રવાર, 30 જૂન 2023 (09:15 IST)
શાકભાજી તાજી રાખવા માટે શું કરવું
 
ભોજનમો સ્વાદ વધારવુ હોય કે પછી સ્પેશલ ડિશને કરવો હોય સારી રીતે ગાર્નિશ બન્ને જ કામ માટે કોથમીરનો ઉપયોગ રસોડામાં કરાય છે. કોથમીર ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પણ તેના નિયમિત સેવનથી ડાયબિટીજ કંટ્રોલ થવાથી લઈને આંખની રોશની અને પાચન શક્તિ પણ સારી હોય છે. પણ ઘણી વાર સારી રીતે સ્ટોર ન કરવાના કારણે આ જલ્દી ખરાબ થવા લાગે છે. જો તમારી સાથે પણ કઈક આવું થાય છે તો કામ આવશે આ ટીપ્સ અને ટ્રીક્સ. જેના ઉપયોગ કરીને તમે લાંબા સમય સુધી કોથમીરને ફ્રેશ રાખી શકો છો. 
 
કોથમીરને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાના ટીપ્સ 
 
જ્યારે તમે બજારથી તાજો કોથમીર લો છો તો તેના પાંદડા તોડી તેને મૂળથી જુદા કરી નાખો. ત્યારબાદ એક કંટેનરમાં થોડો પાણી અને એક ચમચી હળદર નાખો. તેમાં કોથમીરના પાનને આશરે 30 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ પાનને પાણીથી કાઢીને ધોઈ લો અને સુકાવી લો. સારી રીતે પેપર ટાવલથી તેને સાફ કરી લો. હવે એક બીજો એયરટાઈટ કંટેનર લો તેમાં પેપર ટાવેલ લગાવો. પાંદડાઓને તેમાં મૂકો. પાનને એક બીજા પેપરથી ઢાકી દો. આ વાતનો ખાસ કાળજી લેવી કે કોથમીરમાં થોડો પણ પાણી ન રહે. કંટેનરને સારી રીતે બંદ કરી દો. જો તમે કોથમીરને આ રીતે સ્ટૉર કરીને રાખશો તો આ એક થી બે અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર