ખૂંખાર સિંહોની વચ્ચે રહેતી સાસણગીરની મહિલાઓનો રોજગારીનો નવતર પ્રયોગ

Webdunia
સોમવાર, 5 જૂન 2017 (17:48 IST)
આજે વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પર્યાવરણના જતન માટે જાગૃતિ લાવવાનો હોય છે.  જ્યારે સાસણગીરની બહેનોના હાથે બનાવેલી કાપડની થેલીઓ જ વાપરવાનો આગ્રહ કર્યો છે. એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા સાસણ ગીરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે સાસણ ગીરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના નિર્ધાર સાથે વન વિભાગ અને સાસણ ગીરના ગ્રામજનોના સયુંકત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.સાસણ ગીરને પ્લાસ્ટિક મુક્ત કરવાના ભગીરથ અભિયાનમાં ખાસ કરીને પ્લાસ્ટિકની કેરીબેગને દૂર કરવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જે સાસણ ગીરને પ્લાસ્ટીક મુક્તની સાથે સાસણ ગીરની ગૃહિણીઓ ને રોજગારીની તક પણ પુરી પાડશે.જે અન્યવે ગામની ગૃહિણીઓ દ્વારા ઘરે તૈયાર કરાયેલ કાપડની થેલીઓ દુકાનો અને હોટલોમાં વિતરણ કરવામાં આવશે અને પ્લાસ્ટિકની કેરીબેગના બદલે ગ્રાહકોને કાપડની થેલીમાં જ વસ્તુ આપવામાં આવશે. એક અંદાજ મુજબ એક માસ માં 5 થી 6 લાખ કાપડ ની થેલી તૈયાર કરવા માં આવશે.
Next Article