ગુજરાતના પ્રથમ મહિલા ઈનચાર્જ DGP ગીતા જોહરી આજે રિટાયર થશે

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (11:49 IST)
ગુજરાતના સર્વપ્રથમ મહિલા પોલીસ અધિક્ષક ગીતા જોહરી આજે રિટાયર થશે.  ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા હાઈકોર્ટ સમક્ષ રાજ્યમાં કાયમી DGPની નિમણૂક કરવા માટે વધુ સમય આપવાની માંગણી કરાઈ હતી. 1982ના બેચના IPS અધિકારી ગીથા જોહરીને એપ્રિલ માસમાં પૂર્વ ઈનચાર્જ DGP પી પી પાંડેના રાજીનામા બાદ રાજ્યના ઈનચાર્જ DGP તરીકે નિમણૂક આપી હતી. ગીથા જોહરી બહાદુરીથી અબ્દુલ લતીફની ગેંગ સામે પડ્યા હતા જે કારણે તેઓ એક નિર્ભય પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા.

વર્ષ 2012માં CBI દ્વારા સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિની હત્યા, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવાના કેસમાં તેમની વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરાઈ હતી જે બાદ તેઓ વિવાદમાં ફસાઈ ગયા હતા. વર્ષ 2015માં તેમને મુંબઈ CBI કોર્ટ દ્વારા તમામ આરોપોથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.  જો ચૂંટણી પંચ કોઈ નિર્ણય પર નહીં આવી શકે તો ગીથા જોહરી બાદ આપમેળે સીનિયર મોસ્ટ IPS ઓફિસર તેમની જગ્યાએ આવી જશે. 

સંબંધિત સમાચાર

Next Article