નવવધૂ જ્યારે પરણીને પોતાના સાસરે આવે છે ત્યારે સાસુ-સસરા તેને દિકરીના રૂપમાં સ્વિકારતા હોય છે. ત્યારે સુરતમાં આજે સાસુ-સસરા ખરા અર્થમાં માતા-પિતા બનીને પુત્રવધૂના લગ્ન કરાવીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. પુત્રના અવસાન બાદ પુત્રવધૂનું સાસુ-સસરાએ કન્યાદાન કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
વાત એમ છે કે વેડના નવા મોહલ્લામાં રહેતા દિનેશભાઈના પુત્ર વિમલનું 15 મહિના પહેલાં અકાળે અવસાન થતાં પુત્રવધૂની સાથે સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. માતા-પિતાએ પોતાનો દીકરો ગુમાવતા દુખી હતા તો બીજી તરફ યુવાન પુત્રવધૂ પણ વિધવા થઈ ગઈ હતી. તેની હજુ આખી જીંદગી બાકી હતી. તે આખુ આયખું કેવી રીતે પસાર કરશે તેની સાસુ-સસરાને ચિંતા હતા. જેથી તેના બીજા લગ્ન કરાવીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
સાસુ-સસરાએ પોતાની પુત્રવધૂને લગ્ન કરી વળાવી હતી. લગ્નમાં હાજર તમામ લોકોની આંખો અશ્રુઓથી છલકાઈ ગઈ હતી. પુત્રવધૂ પણ જાણે પોતાનાં માતા-પિતાને વિદાય આપતી હોય તે રીતે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. સસરા અને સાસુ પણ પોતાની દીકરીને વળાવતાં હોય તેવી રીતે ભીની આંખે આંખે વિદાય આપી હતી. લગ્નમાં હાજર તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી.