Weather updates- હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે.
હવામાનની આગાહી ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે. અંબાલાલ પટેલે આકરી ગરમીની સંભાવનાઓ અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કર્યા પછી હવે પ્રી-મોન્સુન એક્ટિવિટીની વાત કરી છે આ દરમિયાન ભારે આંધી-વંટોળ થવાની પણ શક્યતાઓ રહેશે.
અંબાલાલ જણાવે છે કે, 4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ, ધંધૂકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.