બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ગુરૂવારે કમોસમી વરસાદ અને કરા પડતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયાં છે. નવસારી જિલ્લા સહિત પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદાના ડેડિયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારમાં માવઠા સાથે કરાં પડયાં હતા. માવઠાના પગલે કેરીનો મબલખ પાક ઉતરશે તેવી આશા હવે ધૂંધળી બની ગઈ છે. માવઠાના કારણે કેરીના પાકને મોટું નુકસાન જશે. આ સિવાય કમોસમી વરસાદને પગલે આ વિસ્તારના ગામોમાં હાલમાં તૈયાર થયેલા ઘઉં, મકાઈ, એરંડા, કપાસ, તુવર જેવા ઉભા રવિપાકોને નુકસાન થવાની અને ઘાસચારાનો બગાડ થવાની પણ ભીતિ સેવાઈ રહી હતી.