પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ સહિત ત્રણ આરોપીને આજે કોર્ટે વિસનગર તોડફોડ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ ઉપરાંત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.
<
मेरी फितरत में है जालिमों से मुकाबला करना और हक़ के लिए लड़ना।जितना दबाओगे उतना ही चुनौती बन के उभरउंगा।
કોર્ટના આ ચુકાદાના પગલે હાર્દિક પટેલ તથા લાલજી પટેલનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. આ ચુકાદાના પગલે હાર્દિક પટેલ તથા લાલજી પટેલ જેલમાં જશે કે નહીં એ જાણવાની ભારે ઉત્સુકતા છે. હાર્દિક પટેલ તથા લાલજી પટેલ પાસે આ કેસમા જામીન મેળવવાનો વિકલ્પ છે. બંને આજે જ કોર્ટમાં જામીન અરજી રજૂ કરે અને કોર્ટ તે મંજૂર રાખે તો બંને જામીન પર મુક્ત થઈ જાય. આ સંજોગોમાં તેમણે જેલમાં ના જવું પડે.