વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં સપડાયું, સાધુની કામલીલાનો વીડિયો થયો વાયરલ

Webdunia
બુધવાર, 29 જુલાઈ 2020 (09:51 IST)
રાજ્યમાં લંપટ સાધુઓની કામલીલાઓ સમાંયતરે વાઇરલ થઈ રહી છે. પાવાપુરી તીર્થના બે જૈન સાધુઓની કામલીલા વાઇરલ થયા બાદ વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુનો વિડીયો વાયરલ થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ એકવાર ફરીથી વિવાદમાં આવ્યા છે. આ અગાઉ એકાદ મહિના પહેલાં વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુની પ્રાઇવેટ ચેટિંગ વાઇરલ થતાં હોબાળો મચ્યો હતો. 
 
મળતી માહિતી અનુસાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ એકવાર ફરીથી વિવાદમાં આવ્યા છે. સ્વામિના કરતૂતોનો શિષ્યએ વીડિયો વાયરલ કર્યો છે. વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામીએ કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સૃષ્ટિ વિરુદ્વના કૃત્યનો આક્ષેપ લગાવ્યો છે. વેદાંત વલ્લભ સ્વામી ઘનશ્યામ પ્રકાશ કંડારીના શિષ્ય છે.  
 
વેદાંતવલ્લભ સ્વામીએ 44 મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામી દેવ પક્ષના સ્વામી છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામીની અનેક સંસ્થાઓ છે. 
 
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુએ મહિલાની પાસે કરી બીભત્સ માગણી
અત્રે ઉલ્લેખનીય છે કે આજથી એક મહિના અગાઉ વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુની પ્રાઇવેટ ચેટિંગ વાઇરલ થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ભક્તિ કિશોર સ્વામીએ પોતાના મોબાઇલથી એક મહિલા સાથે બીભત્સ ચેટિંગ કર્યું હોવાની માહિતી સામે આવી હતી. સાધુ અને મહિલાની પ્રાઇવેટ ચેટિંગના શૉર્ટ હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં વડતાળ સ્વામિનારાયણ મંદિર પર એક મોટું કલંક લાગ્યું હતું. વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામીના મહિલા સાથેના ફોટો પણ વાઇરલ થયા હતા.

સંબંધિત સમાચાર

Next Article