Corona Virus Gujarat Update - રાજ્યમાં કોરોનાના નવા 1108 કેસ નોંધાયા, તો બીજી તરફ 73 ટકા દર્દીઓ સ્વસ્થ થયા

બુધવાર, 29 જુલાઈ 2020 (09:16 IST)
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1108 કેસ નોંધાયા છે, જ્યારે 24 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 1032 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 13198 થઈ છે. જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 57982 પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 42412 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
 
રાહતની વાત એ છે કે છેલ્લા રાજ્યમાં અત્યાર સુધી 73 ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ચાર દિવસથી કોરોનાના કેસ સતત નવા વિક્રમી સપાટી વટાવી રહ્યા હતા તેમાં બ્રેક લાગી છે. ગુજરાતમાં હાલ 13146 એક્ટિવ કેસ છે અને 81 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22 સાથે કોરોનાથી કુલ મૃત્યુંઆંક હવે 2348 થયો છે. 
 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 204-ગ્રામ્યમાં 54 એમ કુલ 258 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11930 છે. આ પૈકી 7101 કેસ માત્ર જુલાઇના 27 દિવસમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 144-ગ્રામ્યમાં 40 એમ કુલ 180 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 25876 થયો છે. આમ, કુલ કેસનો આંક સુરતમાં 12 હજાર જ્યારે અમદાવાદમાં 26 હજારની નજીક છે. અમદાવાદમાં જુલાઇના 27 દિવસમાં કુલ 4963 કેસ નોંધાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 96 સાથે વડોદરા, 74 સાથે રાજકોટ, 34 સાથે ગાંધીનગર, 33 સાથે ભાવનગર, 30 સાથે સુરેન્દ્રનગર, 27 સાથે દાહોદ-પાટણ,22 સાથે અમરેલી, 19 સાથે બનાસકાંઠાનો સમાવેશ થાય છે.

09:24 AM, 29th Jul
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 15 લાખને પાર પહોંચ્યો

09:23 AM, 29th Jul
કોરોના વાયરસઃ ખાનગી હોસ્પિટલો ઉંચા ભાવ વસૂલતી હોવાથી રાજ્ય સરકારે ભાવ નિયંત્રણ કર્યા, ICU સાથે વોર્ડના 6000 હજાર, ICU વગર વોર્ડ માટે 5700 રૂપિયા, HDU માટે 8075 રૂપિયા, ICU સાથે HDUના 8500 રૂપિયા, આઈસોલેશન+ICUના 14500 રૂપિયા, વેંટિલેટર+આઈસોલેશન+ICUના 19000 રૂપિયા ભાવ નક્કી કરાયા 

09:23 AM, 29th Jul
ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ
24 કલાકમાં સુરત 293,અમદાવાદ 156,વડોદરા 91,રાજકોટ 79,ગાંધીનગર 44,ભાવનગર-દાહોદ 38,બનાસકાંઠા 34,સુરેન્દ્રનગર 32,જામનગર-અમરેલી 26,નવસારી 21,મહીસાગર 20,ભરૂચ-પંચમહાલ 19,મહેસાણા-પાટણ-વલસાડ 18,જૂનાગઢ-નર્મદા 16,ગીરસોમનાથ 15,ખેડા 13,આણંદ 11,કચ્છ 10,મોરબી 9,બોટાદ-સાબરકાંઠા 8,તાપી 6,પોરબંદર 4,અરવલ્લી 2 કેસ
 
● રાજ્યમાં કુલ કેસ : 57982
● રાજ્યમાં કુલ મોત : 2372
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 42412
 
જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 26032
•વડોદરા-4367
•સુરત-12223
•રાજકોટ-1559
•ભાવનગર-1252
•આણંદ-440
•ગાંધીનગર-1346
•પાટણ-544
•ભરૂચ-798
•નર્મદા-280
‌•બનાસકાંઠા-666
‌•પંચમહાલ-429
•છોટાઉદેપુર-138
•અરવલ્લી-300
•મહેસાણા-770
•કચ્છ-481
•બોટાદ-208
•પોરબંદર-48
•ગીર-સોમનાથ-338
‌•દાહોદ-490
•ખેડા-547
•મહીસાગર-300
•સાબરકાંઠા-391
•નવસારી-503
•વલસાડ-577
•ડાંગ- 15
•દ્વારકા-45
•તાપી-139
•જામનગર-622
•જૂનાગઢ-784
•મોરબી-210
•સુરેન્દ્રનગર-675
•અમરેલી-381 કેસ નોંધાયા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર