ઉન્નાવમાં સગીર ફોઈ-ભત્રીજીની શરૂઆતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ છે. પોસ્ટમોર્ટમમાં ઝેરીલા પદાર્થ મળવાની ચોખવટ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શરીરમાં ઝેરીલા પદાર્થ રહેલો જોવા મળ્યો છે. જો કે હાલ કહેવુ મુશ્કેલ છે કે આ ઝેરીલો પદાર્થ કેવા પ્રકારનો છે. આ દરમિયાન કાનપુરના એક હોસ્પિટલમાં દાખલ એક વધુ ભત્રીજીની હાલત હજુ પણ નાજુક છે.
હવે ફોઈ અને ભત્રીજીના શરીરમાં મળેલ ઝેરને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યુ છે. ઉન્નાવ પોલીસ ઝેરના પ્રકાર વિશે જાણ કરવાની કોશિશ કરી રહી છે. એસઓજીના 10 ટીમોની રચના કરવામાં આવી છે. આ સાથે જ છોકરીઓના પરિજનો અને ગ્રામીણો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. છોકરીઓના પરિજનોએ સીબીઆઈ તપાસની માંગ કરી છે.
શુ છે આખો મામલો
અસોહા થનાઅ ક્ષેત્રના હેઠળ ગ્રામ પંચાયત પાઠકપુરના બબુરહામાં ગઈકાલે બપોરે 3 વાગે ત્રણ સગીર છોકરીઓ ખેતરમાં પશુઓ માટે લીલુ ઘાસ લેવા ગઈ હતી. પણ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી. સાંજે પરિવારના લોકો છોકરીઓને શોધવા માટે નીકળ્યા. પરિવારના કહેવા મુજબ ખેતરમાં ત્રણેય છોકરીઓ કપડાથી બાંધેલ અધમરેલી હાલત મળી હતી.

ત્રણેય કિશોરીઓને પરિવારે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર અસોહા પર લાવવામાં આવી. જ્યા ડોક્ટરોએ બે ને મૃત જાહેર કર્યા અને એકને કાનપુરની હૈલટ હોસ્પિટલમાં રેફર કરી જ્યા હાલતમાં સુધાર ન હોવાથી કાનપુરન અએક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરી.
વહીવટી તંત્ર કબર ખોદવાની તૈયારી કરી રહ્યું હતું, ગામલોકો વિરોધ કરી જેસીબીમાં પરત મોકલી
વહીવટીતંત્ર મૃતક કિર્શોરીઓના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યું છે. કબર ખોદવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવી તો ગામલોકો અને સપાના લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું.જ્યાં સુધી પીડિત પરિવારને નોકરી, વળતર અને હત્યારાઓની શોધ નહીં થાય ત્યા સુધી પરિવાર કિશોરીઓને નહી દફનાવે