ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ, ઉકાઈ ડૅમના દરવાજા ખોલાયા

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2024 (17:47 IST)
ukai dam
ચાર-પાંચ દિવસથી બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળ ઉપર સ્થિર બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
 
મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, મોરબી, રાજકોટ, ખેડા, દાહોદ, વીજાપુર, જૂનાગઢ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.
 
ગોધરાથી બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજોટા ગામમાંથી પસાર થતી પાનમ નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે ત્રણ લોકો ફસાઈ ગયા હતા, જેમને બચાવવા માટે પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
 
ભારે વરસાદને પગલે ઉકાળ ડૅમનાં આઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. તેની ભયજનક સપાટી 345 ફૂટ છે, જે 335 ફૂટે પહોંચતા ગૅટ ખોલવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article