5 સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈ ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો

Webdunia
સોમવાર, 11 જુલાઈ 2022 (16:26 IST)
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાં, કોતરો છલકાતાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. તો નસવાડી તાલુકાનાં 12 ગામ અને કવાંટના બે રસ્તા બંધ કરાયાં હતાં. સંખેડા તાલુકામાં આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી.  ઉચ્છ નદી કાંઠે આવેલા ઐતિહાસિક અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ આજે અચાનક તૂટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં દેખાય છે કે માત્ર 5 સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો હતો.
 
ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલાં પાણેછ અને કડાછલા સંપર્કવિહોણા બન્યાં હતાં. જોકે SDRFની ટીમ દ્વારા મોડી રાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article