ટેક્સ સિસ્ટમ - જાણો પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ પર દેશ પાસે શુ માંગ્યુ

Webdunia
ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (15:47 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના ઈમાનદાર ટૈક્સપેયર્સ માટે એક મોટી જાહેરાત કરઈ. પારદર્શી ટૈક્સ વ્યવસ્થા - ઈમાનદારોનુ સન્માન' નામથી કરવામાં આવી આ જાહેરાત તેમણે ફેયરનેસ અને ફિયરનેસ બતાવતા તેમણે 15 ઓગસ્ટ પર દેશના લોકો પાસે કંઈક માંગ્યુ પણ છે. પીએમએ લોકોને ઈમાનદારીથી ટૈક્સ ભરવાની અપીલ કરી છે. 
 
વડાપ્રધાને દેશવાસીઓ પાસેથી વચન માંગ્યું
 
પીએમએ કહ્યું કે છેલ્લા છ-સાત વર્ષમાં ટેક્સ રિટર્ન ભરનારા લોકોની સંખ્યામાં લગભગ અઢી કરોડનો વધારો થયો છે. આ એક મોટો વધારો છે, પરંતુ આ હોવા છતાં, 130  કરોડની વસ્તી ધરાવતા દેશમાં માત્ર 1.5 કરોડ લોકો જ આવકવેરો ચૂકવે છે. તેમણે કહ્યું, 'આજે હું દેશવાસીઓને વિનંતી કરીશ, જે સક્ષમ છે તેમને  પણ વિનંતી કરીશ. આપણે સૌએ આ વાત પર  વિચાર કરવો જોઇએ. આત્મનિર્ભર ભારત માટે આ જરૂરી છે. આ જવાબદારી દરેક ભારતીયની છે. જે લોકો કર ચૂકવવા સક્ષમ છે પણ હજી સુધી તે ટેક્સ નેટમાં નથી, તે સ્વયં પ્રેરિત થઈને આગળ આવે. તમારા આત્માને પૂછો અને આગળ વધો.  બે દિવસ પછી 15 ઓગસ્ટ છે. સ્વતંત્રતા માટે શહીદ થનારા લોકોને યાદ કરો.. તમે વિચારશો કે મારે પણ કંઇક આપવું જોઈએ. '
 
પીએમએ કહ્યું - દરેક ભારતીયની જવાબદારી
 
પીએમએ કહ્યું કે આ જવાબદારી ફક્ત ટેક્સ વિભાગની જવાબદારી નથી. દરેક ભારતીયની આ જવાબદારી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી એવા પગલા લેવામાં આવી રહ્યા છે કે ઓછામાં ઓછો કાયદો  રહે અને ત્યાં જે કાયદો છે તે ખૂબ સ્પષ્ટ હોવો જોઈએ. તેનાથી કરદાતાઓ પણ ખુશ થાય છે. વિવાદ પરથી વિશ્વાસ  જેવી યોજનામાં પ્રયત્નો એ છે કે મોટાભાગના કેસોનો નિકાલ કોર્ટની બહાર થવો જોઈએ. ખૂબ જ ઓછા સમયમાં આશરે 3 લાખ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article