રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ચેન્નાઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી હમસફર સ્પેશિયલ અને અમદાવાદ-કોલકાતા સ્પેશિયલ ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: -
ટ્રેન નંબર 09413 અમદાવાદ - કોલકાતા સ્પેશિયલ 14 જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી અમદાવાદથી દર બુધવારે 21:05 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 15:15 કલાકે કોલકાતા પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09414 કોલકાતા-અમદાવાદ સ્પેશિયલ 17 જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી કોલકાતાથી દર શનિવારે 13:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 07:15 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, સૌગોર, દમોહ, કટની મુરવાડા, સિંગરૌલી, ચૌપન, નગર ઉંતારી, ગરવા રોડ, ડાલ્ટોગંજ બરકાકાના, બોકારો થર્મલ, ફુસરો, ચંદ્રપુરા, ધનબાદ, આસનસોલ અને દુર્ગાપુર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સિટિંગના આરક્ષિત કોચ રહેશે.
ટ્રેન નંબર 09207 ભાવનગર - ઉધમપુર સાપ્તાહિક સ્પેશિયલ 18 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી રવિવારે સવારે 04:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15:15 કલાકે ઉધમપુર પહોંચશે. તેવી જ રીતે, વાપસીમાં ટ્રેન નંબર 09208 ઉધમપુર - ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 19 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી ઉધમપુરથી સોમવારે રાત્રે 22:05 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 09:25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં સિહોર, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ જં., આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા જં., પાલનપુર જં., આબુ રોડ, જોધપુર જં., ફલોદી જં., કોલાયત, લાલગઢ જં., મહાજન, સુરતગઢ જં., પીલીબંગા, હનુમાનગઢ જં., મંડી ડબવાલી, ભટિન્ડા જં., ફરીદકોટ, ફિરોઝપુર કોટ, જલંધર શહેર જં., પાઠાનકોટ અને જમ્મુતવી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સિટિંગના આરક્ષિત કોચ રહેશે.
ટ્રેન નંબર 09220 અને 09207 નું બુકિંગ 12 જુલાઈ 2021 થી અને ટ્રેન નંબર 09413 નું બુકિંગ 11 જુલાઈ, 2021 નિયુક્ત યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ થશે.
મુસાફરો ઉપરોક્ત સ્પેશિયલ ટ્રેનોના ઑપરેટિંગ સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિસ્તૃત માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે. ભાવનગર રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમ્યાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.