વરસાદથી હાઈવે પર ટ્રાફિક જામ 12 કલાકથી કતાર, 3 લેનમાં વાહનો

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2023 (08:33 IST)
વરસાદથી હાઈવે પર ખાડાના કારણે 3 લેનમાં વાહનોની 12 કલાકથી કતાર
 
વહેલી સવારથી જ મોતાલી ગામ નજીકથી શરૂ થયેલો જામ છેક સુરતના નાના બોરસરા ગામ સુધી પહોંચ્યો હતો. અંદાજે 35 કિ.મી. લાંબા આ માર્ગ પર સુરત - મુંબઈ તરફ જતા અનેક વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં.
 
ધામરોડ પાટિયા સુરત સુધી વાહનોની કતાર લાગી હતી. આ દરમિયાન સોમવારના રોજ સર્જાયેલા ટ્રાફિક જામને લઇ સુરત તરફ જતા ભારે વાહનો ઓછામાં ઓછા 12 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાયેલા રહ્યા હતા.
 

સંબંધિત સમાચાર

Next Article