રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં પાટીદારોની નારાજગી અને કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે લોકોમાં રોષને જોતા ભાજપ હાઈ કમાન્ડે હાલમાં જ આખે આખી સરકાર બદલી નાખી અને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ સુધીમાં ફેરફાર કરી દેવાયો. ત્યારે ચૂંટણી અગાઉ ફરી લોકોનો વિશ્વાસ જીતવા માટે ભાજપ હવે નવા મંત્રીઓને પ્રજાની વચ્ચે મોકલશે.
છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ચુંટણીઓમાં જે રીતે પ્રજાએ ખોબલેને ખોબલે મત આપી ભાજપની વિકાસની રાજનીતિ સ્વીકારીને સતત આશીર્વાદ આપતા રહ્યા છે. તે માટે પ્રજાનું ઋણ સ્વીકાર કરવા “જન આશીર્વાદ યાત્રા” થકી નવ નિયુક્ત મંત્રીઓ પ્રજાના દ્વાર સુધી જશે. ભારતીય જનતા પાર્ટી અખબારી યાદીમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત મંત્રીઓ પ્રજાની વચ્ચે જઈ પ્રજાના આશીર્વાદ મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વ વાળી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશીર્વાદ મેળવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર અને 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી યોજાશે.વડાપ્રધાન મોદીની સરકારમાં ગુજરાતના પાંચ સાંસદોએ મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થતા જનતાના આશીર્વાદ લેવા 16મી ઓગસ્ટથી 21મી ઓગસ્ટ સુધી “જન આશીર્વાદ યાત્રા” યોજી હતી. સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના 43 મંત્રીઓ 212 લોકસભા અને 19 હજાર કિ.મીથી વધુ યાત્રા કરીને પ્રજાના દ્વાર સુધી પહોચવાનો પ્રયાસ કર્યો હતો. નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ સતત પોતાના મત વિસ્તારમાં પ્રજાના સંપર્કમાં હોવાથી પ્રજાએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલી આપ્યા છે. આ “જન આશીર્વાદ યાત્રા”માં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા થયેલા જન કલ્યાણ તેમજ વિકાસના કાર્યોની નક્કર માહિતી તેમજ આવનારા દિવસોમાં પોતાના મંત્રાલય દ્વારા વિકાસના કાર્યોની રૂપરેખા લોકો સમક્ષ રજુ કરી હતી.
નવા મંત્રીઓની 'જન આશીર્વાદ યાત્રા'નો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે