હવે ગુજરાતમાં બનશે તિરુપતિ મંદિર?

Webdunia
રવિવાર, 25 જૂન 2023 (12:07 IST)
હવે ગુજરાતમાં બનશે તિરુપતિ મંદિર? - દુનિયામાં સૌથી ધનવાન મંદિર ટ્રસ્ટ તિરુપતિ મંદિર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આંધ્ર પ્રદેશમાં તિરુપતિના પર્યાય એવા ભગવાન વેંકટેશ્વર મંદિરની મૂર્તિઓ દેશભરમાં જમ્મુ, નવી મુંબઈ, ગુજરાત અને છત્તીસગઢ જેવા અનેક રાજ્યોમાં બનાવવામાં આવી રહી છે.

તે વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિર ટ્રસ્ટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા મહત્વાકાંક્ષી યોજનાનો એક ભાગ છે. આ અંતર્ગત ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તિરુપતિ મંદિરની ઓછામાં ઓછી એક પ્રતિકૃતિ બનાવીને ભગવાન બાલાજીની સમગ્ર ભારતમાં હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે.
કેટલીય જગ્યા પર જમ્મુ, નવી મુંબઈ, ગુજરાત અને છત્તીસગઢમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની પ્રતિકૃતિઓ બનાવા જઈ રહ્યા છે. ટીટીડી ટ્રસ્ટ ગુજરાતના ગાંધીનગર, છત્તીસગઢના રાયપુર અને બિહારમાં પણ મંદિર બનાવવા પર વિચાર કરી રહ્યા છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

Next Article