માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસૂતાના મોત, ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2023 (00:42 IST)
Three maternal deaths in Manavdar's Tulip Hospital in a single week
માણાવદર તાલુકામાં આવેલી ટ્યુલિપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસૂતાનાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે. એક જ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસૂતાનાં મોત થતાં પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આક્ષેપો કર્યા છે. ત્રણેય મૃતક મહિલાનાં પરિવારજનોએ ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા માણાવદર પોલીસ મથકે અલગ અલગ ચાર અરજી કરી છે. તો સામે ડોક્ટર આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવે છે.

એક જ સપ્તાહમાં માણાવદરના ત્રણ પરિવારની પ્રસૂતા મહિલાનાં મોત થતાં પરિવારજનો ડોક્ટર ભાટુ પર બેદરકારીના આક્ષેપો લગાવી રહ્યા છે. એક જ સપ્તાહમાં એક જ તાલુકાના જિંજરી, કોઠારિયા અને ભિંડોરા ગામમાં રહેતા પરિવારોની ત્રણ ગર્ભવતી મહિલાનાં એક જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મૃતક મહિલાઓનાં પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરની બેદરકારીને કારણે જ મોત થયાં છે, જેની સામે કડક કાર્યવાહી કરવા માણાવદર પોલીસમાં અરજીઓ આપી છે. તેઓ ડોક્ટર સામે કડક પગલાં ભરવા સરકાર સમક્ષ માગ કરી રહ્યા છેતો આ બાબતે ડોક્ટર ભાટુએ જણાવ્યું હતું કે આ જેટલા પણ આરોપો કે ફરિયાદો છે એ તમામ પાયાવિહોણી છે. આ ફરિયાદોનું કોઈ મૂળ નથી. હોસ્પિટલ અને હોસ્પિટલના ડોક્ટરોને બદનામ કરવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું છે. આ ત્રણે મહિલાની જે ઘટના બની છે એ પાયાવિહોણી છે, અફવાઓ પર ધ્યાન ન આપવું અને પરિસ્થિતિને સમજવી.. એનેસ્થેસિયા ડોક્ટર બોલાવેલા છે, તેમની હાજરી વગર ઓપરેશન કરવું શક્ય નથી. હાલ તો આ પ્રસૂતાઓનાં મોત મામલે ત્રણેય પરિવાર દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને પોલીસે આ ટ્યુલિપ હોસ્પિટલના ડો.ભાટુનું નિવેદન લઈ જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલ્યું છે, તો ભોગ બનનારા પરિવાર ન્યાયની માગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article