યુવાનને ગાડીના બોનેટ પર લટકાવાયો

Webdunia
શનિવાર, 8 ઑક્ટોબર 2022 (15:48 IST)
ગોંડલની અંદર નંદનવન સોસાયટીમાં રહેતા દશરથસિંહ વિક્રમસિંહ વાઘેલાને કાર ચાલકે કચરવાનો પ્રયાસ કર્યો. કારના અરીસાને કોણી અડી જતા બોનેટ પર બેસાડી કચડવાનો કર્યો પ્રયાસ. ભોગ બનનારને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ગોંડલના રોડને કારચાલકે બોનેટ પર બેસાડી કચડવાનો કર્યો પ્રયાસ. હું પોલીસમાં છું તેમ કહીને કાર ચાલકે કરી દાદાગીરી. 29-9 ના રોજ સમગ્ર ઘટના બની હતી. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી
 
આરોપી પૈસા અને રાજકીય વગ ધરાવતો હોવાથી પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ છે. કાર ચાલક આરોપીનું નામ લલીલ ઠુમ્મર હોવાનું બહાર આવ્યું છે. ગાડીનો અરીસો અથડાતા વાહન ધીમે ચલાવવા કહેતા કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો, ત્યારબાદ ફરિયાદીને થપ્પડો મારીને તેની પર વાહન ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

સંબંધિત સમાચાર

Next Article