રવિવારથી પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે
શનિવાર, 8 ઑક્ટોબર 2022 (15:19 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી મોઢેરા ખાતે સૂર્ય મંદિરની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત બેચરાજીના દેલવાડા ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદીના ત્રણ દિવસના કાર્યક્રમની વિગત જાણીએ. પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક સ્થળોએ જાહેર સભા પણ સંબોધશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.
મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
9 ઓક્ટોબર 2022
રવિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
અમદાવાદ એરપોર્ટથી જ મોઢેરા જવા રવાના થશે.
સાંજે 5 કલાકે બેચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધન કરશે
સભા બાદ મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે. માતાની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે.