સુંધા માતાના દર્શન કરીને પરત ફરતા એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત

Webdunia
બુધવાર, 11 મે 2022 (16:22 IST)
આજે બનાસકાંઠાના આબુ રોડ પર નાના બેડા ગામના રહેવાસી પરિવારને અકસ્માત નડ્યો હતો. આ પરિવાર સુપ્રસિધ્ધ સુંધા માતાજીના મંદિરે દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આબુ રોડ પર દર્શનાર્થી પરિવારની કારને અજાણ્યા વાહને ઠોકરે લીધી હતી.

જે અકસ્માતમાંથી હેમખેમ ઊગરી ગયેલ પરિવાર કારમાંથી બહાર નીકળી રહ્યો હતો. ત્યાં કાળ બનીને પૂર પાટ વેગે આવતા કન્ટેનરના ચાલકે આ પરિવારને અડફેટે લીધા હતા. જેમાં તોતિંગ કન્ટેનરના ટાયર નીચે કચડાઈ જતા એક જ પરિવારના ચાર સભ્યો કાળનો કોળીયો બની ગયા હતા. 

સંબંધિત સમાચાર

Next Article