શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર

Webdunia
શનિવાર, 19 ઑગસ્ટ 2023 (13:43 IST)
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી શિક્ષકે ફટકાર્યા હોવાની ઘટના સામે આવી છે. તેવામાં વધુ એક વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટનાએ વિવાદ સર્જ્યો છે. ચાંદલોડીયામાં આવેલી શક્તિ સ્કૂલનો બનાવની ઘટનામાં છેલ્લા એક મહિનાથી શિક્ષક વિદ્યાર્થીને મારતી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 5 વર્ષના વિદ્યાર્થીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. વાંચતા નથી આવડતું કહીને શિક્ષકે બાળકને માર માર્યો હોવાનો વાલીએ આક્ષેપ લગાવ્યો છે. સાથે જ વિદ્યાર્થીને માર માર્યાના વિડિયો વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિદ્યાર્થીને માર મારવાની શિક્ષકે કબૂલાત કરી છે. શિક્ષકે કહ્યું કે, વાંચવા ઉભો કરતાં તોફાન કરતો હતો. ઘટના બાદ માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે

સંબંધિત સમાચાર

Next Article