જગ વિખ્યાત ડાકોરના રાજા રણછોડ રાયજી મંદિર ખાતે ગુજરાતના ગામે ગામથી ફાગણી પૂનમ અને તેની આગળ પાછળના દિવસો દરમ્યાન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આવા સમયે મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શનનો લ્હાવો મળી રહે તે માટે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં વધારો અને ફેરફાર કરાયા છે. ભકતો સરળતાથી અને સહેલાઇથી દર્શન કરી શકે તે માટે સંવત 2078 ના ફાગણસુદ-15 (દોલોત્સવ)ને તા.18-03-22ને શુક્રવારના રોજ રણછોડરાયજી મહારાજ ડાકોરના દર્શનનો સમય સેવક આગેવાન ભાઇઓ અને મેનેજર સાથે નક્કી થયા મુજબ રાખવામાં આવ્યો છે.
નવા સમય મુજબ સવારના 3.45 વાગે નિજ મંદિર ખુલશે.
3.35 થી 4.30 સુધી દર્શન ખુલ્લા રહેશે. { સાંજના 4.30 થી 5.00 સુધી દર્શન બંધ રહેશે. (શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.)
5.00 વાગે નિજ મંદિર ખુલીને 5.15 વાગે ઉથ્થાપન આરતી થશે. આરતીમાં વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે.
5.20 થી નિત્ય ક્રમાનુસાર શયન ભોગ, સુખડીભોગ આરોગી અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે, તેમ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.