વાવાઝોડાના કારણે હોસ્પિટલનો વીજ પુરવઠો નહીં ખોરવાય: સુનયના તોમર

Webdunia
સોમવાર, 17 મે 2021 (15:51 IST)
રાજ્યના દરિયાકાંઠે ટકરાનારા તૌકતે વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારી અંગે ઊર્જા વિભાગના અધિક સચિવ સુનાયના તોમરે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે વીજ પૂર્વથાને અસર ન થાય એ માટે રાજ્યભરમાં કુલ 661 ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જે પૈકી સોથી વધુ ટીમ દરિયાકાંઠાના છ જિલ્લાઓમાં મોકલી દેવામાં આવી છે. 
 
જેથી વાવાઝોડા પછી વીજળીને લગતી મુશ્કેલી તાત્કાલિક નિવારી શકાય. ખાસ કરીને હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલો માટે પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રાથમિકતાના આધારે કોવિડ હોસ્પિટલ, અન્ય હોસ્પિટલ્સ, પાણી તેમજ કાયદો અને વ્યવસ્થા માટે પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article