ડોક્ટરોની હડતાળના લીધે યુવકને સારવાર ન મળતાં મોત, બહેને કહ્યું 'હવે રાખડી કોને બાંધીશ'

Webdunia
સોમવાર, 9 ઑગસ્ટ 2021 (20:21 IST)
રક્ષાબંધનના બરોબર 15 દિવસ પહેલાં વડોદરા શહેરમાં બે બહેનોએ પોતાના એકના એક ભાઇને ગુમાવી દીધો છે. જોકે યુવકના મોતનું કારણ સમયસર સારવાર ન મળવી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, પરંતુ અહીં ડોક્ટર્સ હડતાળ પર હતા અને તેના લીધે યુવકને ફરીથી વડોદરા મોકલવામાં આવ્યો અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ દરમિયાન મોડું થતાં તેનું મોત નિપજ્યું હતું. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ફતેગંજમાં રહેનાર રાહુલ જાદવ એક મિત્ર સાથે બાઇક પર જઇ રહ્યો હતો. આ દરમિયાન બાઇક સ્લિપ ખાઇ જતાં રાહુલ નીચે પટકાયો હતો અને તેના માથામાં ઇજા પહોંચી હતી. રાહુલને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ રાહુલની હાલત ગંભીર હોવાથી ડોક્ટર્સએ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવા માટે કહ્યું હતું. 
 
એમ્બુલન્સ દ્વારા રાહુલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો અહીં આવ્યા બાદ ખબર પડી કે ડોક્ટર્સ હડતાલ પર છે. તેના લીધે રાહુલને ફરીથી વડોદરા લઇ જઇ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે સાંજે તેનું મોત નિપજ્યું હતું. 
 
મૃતક યુવકના પિતરાઇ ભાઇ વિશાલ પરમારે કહ્યું કે ''ડોક્ટરોની હડતાલના લીધે સમયસર સારવાર ન મળતાં મારા ભાઇનું મોત થયું છે. પહેલાં સયાજી હોસ્પિટલમાં કોઇ ડોક્ટર તેમની સારવાર કરવા માટે તૈયાર ન હતો. પછી અમે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ ગયા, જ્યાં તેને ભર્તી તો કરાવી દીધો પરંતુ કોઇ ડોક્ટર જ ન હતા. એટલા માટે અમે તેને વડોદરા લઇ આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article