કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડીએ 17 મેના રોજ સાંજે જ એન્ટ્રી કરી લીધી હતી. દીવ, ઉના, વેરાવળથી આગળ વધીને હાલ 18 મેની વહેલી સવારે વાવાઝોડું અમરેલી સુધી પહોંચ્યુ હતુ. વાવાઝોડું દીવનું કર્વ હિટ થઇ ગયું છે અને આ ઉનાથી ભાવનગર પહોંચ્યું છે.
ભાવનગરમાં તૌકતે વાવાઝોડાની સાઈડ ઇફેક્ટ મંગળવારની સવારે પણ યથાવત છે. ભાવનગર શહેર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જિલ્લામાં અત્યાર સુધી 28000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. સૌથી વધુ પાલીતાણામાં 158 mm વરસાદ અને સૌથી ઓછો ઘોઘામાં 10 mm વરસાદ નોંધાયો છે.
ભાવનગરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર પ્રાપ્ત થયા છે. સોમનાથ જિલ્લામાં પણ વાવાઝોડા તબાહી મચાવી છે. સોમનાથા પાસે સમુદ્રમાં પાંચ બોટ ફસાઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે અને રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. વાવાઝોડાની અસર આજે બપોરે 12 વાગ્યા સુધી રહી શકે છે.
સમગ્ર ભાવનગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ ચાલુ છે. શહેર અને જિલ્લામાં પવનની ઝડપ 100 થી 110 પ્રતિ કલાક છે. વાવાઝોડાના કારણે 250 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. સાવચેતીના ભાગરૂપે ઘોઘા બંદરે 9 નંબર, અલંગમાં 11, મહુવામાં 9 નંબરનું સિગ્નલ યથાવત છે.
જૂનાગઢમાં મધરાત્રે જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તેનાથે શહેરના ઘણા વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. આ ઉપરાંત શહેરના ગાંધી ચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોડિંગ પડ્યું હતું. તેના લીધે ગાંધી ચોક રેલવે સ્ટેશન સુધીનો રસ્તો બંધ થઇ ગયો હતો. ઘટનાની જાણાકરી નગર પાલિકાને મળી તો હોડિંગ દૂર કરવામાં આવ્યા હતા. રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઇ નુકસાનના સમાચાર નથી.
સોમનાથમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ભારે વરસાદ પણ પડી રહ્યો છે. શહેરમાં લાઇટો ગૂલ થઇ ગઇ છે. બીજી તરફ રાજકોટ, અકોટા, જસદણ અને આસપાઅના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને વિજળી ડૂલ થઇ ગઇ છે.