એર સ્ટ્રાઈક બાદ ગુજરાતીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (14:50 IST)
પુલવામાંમાં થયેલા ત્રાસવાદી હૂમલા બાદ સમગ્ર દેશમાં શહિદ જવાનો પ્રત્યેની ગમગીની છવાઈ ગઈ હતી. ત્યાર બાદ લોકો પાકિસ્તાન પર ફરીવાર એક સર્જિકલ સ્ટ્રાઈક કરવાની માંગ કરી રહ્યાં હતાં. પુલવામાં હૂમલા બાદ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે ભારત પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મોટું પગલું ભરી શકે છે. ત્યારે આ એર સ્ટ્રાઈક બાદ દેશની સાથે સાથે આખા રાજ્યમાં પણ લોકોમાં અનેરો જોશ જોવા મળી રહ્યો છે.ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપતા લોકોમાં ખુશીનો માહોલ જામ્યો છે. મણીનગર ખાતે લોકોએ ઉજવણી કરી હતી. જ્યાં તેઓએ પાકિસ્તાનનું પૂતળું બનાવીને બાળ્યું હતું. પાકિસ્તાનનાં હાય હાયનાં નારા લગાવીને ફટાકડા ફોડીને ઉજવણી કરાઇ હતી. ભારતીય સેનાની કામગીરી જોઇને લોકોમાં જોશ અને ખુશીની માંગણી છે.રાજકોટમાં પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા ઠેર ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેકેવી હોલ ચોક ખાતે NSUI દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય સેનાની કામગીરીને યુવાનોએ બિરદાવી અને વંદે માતરમનાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. અમદાવાદ ઉપરાંત બનાસકાંઠામાં પણ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકની ખુશી જોવા મળી રહી છે. ડીસામાં લોકોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.
 
 

સંબંધિત સમાચાર

Next Article