3 વર્ષનો સુરતનો 'શ્રી' થઇ ગયો ફેમસ, અમિતાભ બચ્ચને વિડીયો શેર કરી આવું લખ્યું

Webdunia
બુધવાર, 21 ઑક્ટોબર 2020 (11:54 IST)
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં એક પિતા અને પુત્રની જોડી હાર્મોનિયમ વગાડતાં ગીતનો રિયાઝ કરતાં જોવા મળી રહ્યા છે. રિયાઝ દરમિયાન બાળ પહેલાં પોતાના પિતાને સાચી રીતે ગાવા માટે કહેતો જોવા મળે છે. સાથે જ જ્યારે પિતા વચ્ચે ગીત શરૂ કરી દે છે, તો તેમને ડિસ્ટર્બ ન કરવા માટે કહે છે. આ રસપ્રદ વિડીયોને શેર કરતાં બિગ બીએ લખ્યું  "Child is the Father of Man! અમિતાભ બચ્ચને શેર કરેલો આ વાયરલ વીડિયો પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. બાળકોને વીડિયો પર કેવી-કેવી ટ્વીટ આવ્યા એક યૂઝરે લખ્યું કે વીડિયોને સોર્સ ભલે ગમે તે હોય, બસ વીડિયો જુઓ અને મજા માણો.
 
એક કોમેન્ટમાં કહેવામાં આવ્યું કે જે પ્રકારે પિતાની પ્રેમપૂર્વક ઝાટકણી કાઢે છે તે ગમ્યું. બાળક પોતાના પિતાને આખા સેશનમાં હાવી થવા દેતો નથી પિતા પણ મંદ મંદ હસી રહ્યા છે. 
 
વીડિયોમાં દેખાતો આ બાળક કોણ છે.? સૌથી પહેલાં સુરતની એક પત્રકારે પિતા-પુત્ર વિશે જણાવ્યું. તેમણે વીડિયો સુરતમાં રહેનાર તાન્હાજી અને તેમનો 3 વર્ષનો પુત્ર છે. તાન્હાજીના એક પડોશીએ આ વીડિયો જોયો અને તેને બતાવ્યો. તેમણે લખ્યું કે ગાયનની કલા નાટ્ય સંગીત કહેવાય છે, જે હવે લગભગ લગભગ ખતમ થઇ ચૂકી છે. 
 
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વૈષ્ણવદેવી રોડ પરના વૈષ્ણવ દેવી સ્કાયના E-બિલ્ડીંગમાં રહેતા શ્રી અને તેમનું જાદવ પરિવાર મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરનું વતની છે. છેલ્લા ચાર વર્ષથી સુરતમાં રહે છે. શ્રીના પિતા તાન્હાજી ઓલ ઈન્ડિયા રેડિયોના આર્ટિસ્ટસ છે. સાથે ખાનગી શાળામાં સંગીત ટીચર તરીકે પણ ફરજ બજાવે છે. તાન્હાજીને બે સંતાનો છે જેમાં મોટી દીકરી શ્રેયા આઠ વર્ષની અને નાનો દીકરો શ્રી ત્રણ વર્ષનો છે,આ પરિવાર ત્રણ પેઢીથી પરિવાર સંગીત સાથે સંકળાયેલો છે.
 
પિતા-પુત્રની ગાયનની શૈલી શું છે? બિગ બીએ આ વીડિયોને શેર કર્યા બાદ વીડિયો વાયરલ થઇ ગયો. ફિલ્મ અભિનેતા સુમીત રાઘવનએ વીડિયો પર ટ્વિટ કરતાં લખ્યું કે એક પિતા પોતાના પુત્રને એક પ્રતિષ્ઠિત નાટક 'સંગીત માનાપમાન' વડે એક મહાન નાટ્યપદ શિખવી રહ્યા છે. જે પ્રકારે નાનો છોકરો ગાઇ રહ્યો છે તે ખૂબ જ સુંદર છે.

સંબંધિત સમાચાર

Next Article