કોંગ્રેસના પરેશ ધાનાણીના એક ટ્વીટથી ગુજરાતની રાજનીતિમાં મચ્યો હડકંપ

મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (17:31 IST)
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના ટ્વીટના કારણે ચર્ચામાં આવી જાય છે અને તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પણ મોટા-મોટા આક્ષેપો કરતા રહે છે. ત્યારે હવે પેટા ચૂંટણીની તારીખ આગળ વધી રહી છે રાજકીય નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો આવતો જોવા મળે છે. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફરી એક વાર સોશિયલ મીડિયામાં બોમ્બ ફોડ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટર પર લખ્યું છે કે ‘ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ’.


 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર