40 દિવસથી ગુમ હાર્દિકને સુપ્રીમ કોર્ટે આપી રાહત, 6 માર્ચ સુધી મળ્યા આગોતરા જામીન

Webdunia
શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (13:30 IST)
કોંગ્રેસ નેતા અને પાટીદાર આંદોલનના પ્રમુખ હાર્દિક પટેલને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી 2015માં ગુજરાત પાટીદાર આંદોલન વખતે થયેલી હિંસાના મામલે હાર્દિક પટેલને 6 માર્ચ સુધીના આગોતરા જામીન આપ્યા છે. 
 
જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને વિનીત સારનની બેંચે ગુજરાત સરકારને આ નોટીસ જાહેર કરી છે. બેંચે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કેસ 2015માં નોંધાયો છે અને આ કેસમાં તપાસ પણ પેન્ડીંગ છે. તમે તને પાંચ વર્ષથી આ કેસને દબાવી ન રાખી શકો. 
 
હાર્દિક પટેલને 2015ના વિજાપુર રમખાણોના કેસમાં દોષી ગણવાના ચૂકદા પર પ્રતિબંધ લગાવવાની અરજીને નકારી કાઢીને ગુજરાત હાઇ કોર્ટૅના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 
 
આ પહેલાં હાર્દિક પટેલની પત્ની કિંજલે ટ્વિટ કરી લખ્યું હતું કે ગુજરાતની તાનાશાહી, હિટલરશાહી, ભાજપ સરકારે ખેડૂતો અને યુવાનોને આંદોલનકારી હાર્દિક પટેલ પર ત્રીસથી વધુ ખોટા કેસ દાખલ કર્યા છે, જેના વિરોધમાં બે માર્ચના રોજ ગુજરાતના વિભિન્ન જિલ્લામાં હાર્દિક પટેલ પર લાગેલા ખોટા કેસ પરત લેવાની માંગ સાથે અરજી કરવામાં આવશે. 
 
શું છે મામલો
આ કેસ 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં થયેલી વિશાળ પાટીદાર અનામત સમર્થક રેલી બાદ થયેલી રાજ્યવ્યાપી તોડફોડ અને હિંસાને લઇને અહીં ક્રાઇમ બ્રાંચે તેને તે વર્ષે ઓક્ટોબરમાં કેસ દાખલ કર્યો હતો. તેમાં ઘણી સરકારી બસો, પોલીસ સ્ટેશનો અને અન્ય સરકારી સંપત્તિઓને સળગાવી નાખવામાં આવી હતી તથા આ દરમિયાન પોલીસકર્મી સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ આરોપપત્રમાં હાર્દિક અને તેમના સહયોગી વિરૂધ સરકાર તોડી પાડવાનો અને હિંસા ફેલાવવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article