ગુજરાત આવી રહેલા વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં પંજાબ જેવી ચૂક ના થાય તેની ખાસ તકેદારી રખાશે

Webdunia
બુધવાર, 9 માર્ચ 2022 (16:05 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં 2 દિવસનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા બંદોબસ્તને લઈને તૈયારી કરવામાં આવી રહી છે.સમગ્ર રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે અને પંજાબ જેવી સુરક્ષામાં ભૂલ ના થાય તેની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે.

મોદીના આગમન પહેલા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે.પીએમની સુરક્ષામાં હથિયારધારી ગાર્ડ પણ રહેશે. VVIP અવરજવર હશે ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવામાં આવશે.પીએમના આગમન સમયે હુમલો,વિરોધ પ્રદર્શન જેવી સ્થિતિ ઉભી ના થાય તે ધ્યાન રાખવા સુચના આપવામાં આવી છે.આ અંગે સેક્ટર -૧ જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના VVIP બંદોબ્સ્તમાં જે ખામીઓ થઇ છે તે ફરીથી ના થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન 4૪ IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મીઓ તૈનાત રહેશે.

સંબંધિત સમાચાર

Next Article