ફ્લાઈટના ટોઈલેટમાં સિગારેટ પીવી મોંઘી પડી, અમદાવાદ એરપોર્ટ પોલીસે ગુનો નોંઘ્યો

Webdunia
બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (12:37 IST)
ફલાઈટમાં ગેરવર્તન કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એક યુવકે સ્પાઈસ જેટની ફ્લાઈટના ટોઈલેટમાં સિગારેટ પિતા એરપોર્ટ પોલીસે ગુનોં નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં કેબિન ક્રુના હાથે આ યુવક ઝડપાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્પાઈસ જેટ એરલાઈન્સમાં સિક્યુરિટી ડ્યુટી મેનેજર તરીકે ફરજ પર રહેલા ભીખુભાઈ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, દુબઈથી અમદાવાદ આવેલી સ્પાઈસ જેટ ફ્લાઈટમાં એક પેસેન્જર ટોઈલેટમાં સિગારેટ પીતો પકડાયો હતો. જેનો ફ્લાઈટના કેપ્ટન પ્રતિક અને કેબિન ક્રુ જયશ્રીબેને તેનો પત્ર તથા વિટનેસ ફોર્મ મને આપ્યું હતું. તેની સાથે તેમણે હેમિન રાવલ નામના પેસેન્જરને પણ મને સોંપ્યો હતો. જેને લઈને ભીખુભાઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતાં. હેમિન રાવલ હાલ વડોદરા રહે છે અને તે મુળ રાજસ્થાનનો વતની છે. તેણે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં સિગારેટ પીવાની મનાઈ છે. આ યુવકે ટોઈટેલમાં સિગારેટ પીને અન્ય મુસાફરોના જીવ જોખમાય તેવું કૃત્ય કર્યું છે. પોલીસે સિક્યુરિટી મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article