ગુજરાતમાં ટિકૈતની મહાપંચાયત કરાવવા માટે શંકરસિંહ વાઘેલા કરશે મદદ

Webdunia
બુધવાર, 31 માર્ચ 2021 (09:52 IST)
કૃષિ સાથે સંકળાયેલા ત્રણેટ કૃષિ કાયદા વિરૂદ્ધ 4 મહીનાથી દિલ્હીની અલગ-અલગ બોર્ડર પર ખેડૂતો પર ખેડૂત કેંદ્ર સરકારના વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. હવે તે આંદોલનને લઇને ખેડૂત નેતા ગુજરાત પણ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે અને આ કામમાં તેમની મદદ કરી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના બે અલગ-અલગ શહેરોમાં ખેડૂત મહાસંમેલન કરવા જઇ રહ્યા છે. 
આ મહાસંમેલન 4 અને 5 એપ્રિલના રોજ યોજાશે, જેની શરૂઆત 4 એપ્રિલના રોજ ગુજરાતમાં શક્તિપીઠ માં અંબાજીના દર્શનની સાથે કરવામાં આવશે. રાકેશ ટિકૈત ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અને દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં કિસાન મહાસંમેલનને સંબોધિત કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની સાથે આ મહાસંમેલનમાં સામેલ થશે. 
 
રાકેશ ટિકૈત 4 એપ્રિલના રોજ સવારે 11 વાગે અંબાજી દર્શન કરવા પહોંચશે. બપોરે 12.30 વાગે તે મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ 12.45 વાગે ખેડૂતોનું અભિવાદન કરશે અને બપોરે 2.30 વાગે પાલનપુરમાં કિસાન સંવાદ. રસપ્રદ વાત એ પણ છે કે ઉત્તર ગુજરાતમાં મોટાભાગે ખેડૂત પાટીદાર છે. એવામાં રાકેશ ટિકૈત પાટીદારોની કુળદેવી ઉંજા ઉમિયાધામના દર્શન કરવા સાંજે 5 વાગે પહોંચશે. તેને પાટીદારોને જોડવાનો પ્રયત્ન કરીને જોવામાં આવે છે. 
 
આગામી દિવસે 5 એપ્રિલના દિવસે લગભગ 7 વાગે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં ગાંધીજીને માળા અર્પણ કરી સરદારની જન્મભૂમિ કરમસદ પહોંચહ્સે. કરમસદથી લગભગ 11 વાગે વડોદરાની છાણી પાસે ગુરૂદ્રારામાં દર્શન કરશે અને 3 વાગે બારડોલીમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. 
 
અત્યાર સુધી ગુજરાતના ખેડૂત ના તો કૃષિ કાયદાના સમર્થનમાં ખુલીને આવ્યા છે ના તો કૃષિ કાયદામાં ખુલીને સામે આવ્યા છે. એવામાં રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલાનો પ્રયત્ન છે કે તે ખેડૂતોને કૃષિ કાયદા વિશે વધુમાં જાણકારી આપી શકે અને તેમને પોતાના સમર્થનમાં ઉભા કરી શકે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં સંયુક્ત કિસાન મોરચાના યુદ્ધવીર સિંહ અમદાવાદમાં આ મુદ્દે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. રસપ્રદ વાત એ હશે કે રાકેશ ટિકૈતએ જે આયોજન કર્યું છે. તે વિજય રૂપાણી સરકાર આયોજિત કરવા દે છે કે તે પહેલાં જ તેમની ધરપકડ કરી દેવામાં આવે છે.

સંબંધિત સમાચાર

Next Article