ભાવનગર તાલુકાનાં વિવિધ સ્થળોએ તા.૧૬/૦૮/૨૦૨૧ ના રાત્રીના સમયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયું હોઇ, જેની આકસ્મિક ચકાસણી હાથ ધરતાં જિલ્લા પુરવઠા અઘિકારી ભુમિકા વાટલિયા અને સીટી મામલતદાર ધવલ રવૈયા તેમજ ગ્રામ્ય મામલતદાર, ભાવનગર અને ટીમ ભાવનગર (ગ્રામ્ય) સાથે ઉકત સ્થળે દરોડા પાડી સમગ્ર રાત્રિ દરમ્યાન કરવામાં આવેલી તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત ૫૦,૦૦૦ લીટરનો જથ્થો મળીને કુલ રૂ.૫૦,૦૦,૦૦૦/- કિંમતનો જથ્થો સરકાર વતી સીઝ કરવામાં આવ્યો હતો.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે, ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવુ કાયદેસરનો ગુન્હો બને છે. વઘુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા dso-bav@gujarat.gov.in પર ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.