સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકી પડ્યો છે. ત્યારે આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવે છે જેની નોંધ લઈ તમામ પરિક્ષાર્થીઓને જાણ કરવા વિનંતી તેવુ જણાવાયુ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયાયકે જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્યો તથા અનુસ્નાત ભવનનાં અધ્યક્ષોને જણાવવાનું કે, તારીખ 5 જુલાઈના રોજથી શરૂ થયેલ પરીક્ષાના દરમ્યાન આજરોજ તારીખ 12 જુલાઈના રોજની પરીક્ષા અતિભારે વરસાદને કારણે રદ્દ કરવામા આવે છે જેની નવી તારીખ હવે પછી જાહેર કરવમાં આવશે.ભારે વરસાદ વચ્ચે ન્યારી-ર ડેમના ૪ દરવાજા બે ફટ ખોલવામાં આવ્યા છે. પડધરી તાલુકાના ન્યારી-2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોવિંદપુર, ખામટા, રામપર, વણપરી અને તરધડી ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. તો રાજકોટમાં લલુડી વોકડી વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે રાજકોટના મેયર પ્રદીપ ડવ લોકોની વચ્ચે પાણીમાં પહોંચ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આજી નદી ગાંડીતૂર થતા પાણીનો ભરાવો વિસ્તારોમાં થઈ રહ્યો છે.