ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું , ગુજરાત પોલીસના IDમાં એલન મસ્કનું નામ લખી નાખ્યું

મંગળવાર, 12 જુલાઈ 2022 (10:12 IST)
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાયબર ગુનાઓમાં વધારો થયો છે. જેમાં મહિલાઓ અથવા યુવતીઓનો પીછો કરવો, ઓનલાઈન દુર્વ્યવહાર, બદનક્ષી, યૌન કૃત્યો, બેન્ક છેતરપિંડી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમિંગ, અયોગ્ય રીતે વીડિયો અથવા ફોટો મોર્ફ્ડનો સમાવેશ થાય છે. ડોક્ટરિંગ, વૈવાહિક વેબસાઇટ્સમાંથી વ્યક્તિગત માહિતીની ચોરી કરવી, તેમના ફોટા અથવા વીડિયો ચોરી છૂપીથી કેપ્ચર કરવા, અશ્લીલ ફોટા કાઢવા અને વિવિધ ચેટિંગ અને ડેટિંગ એપ્સ દ્વારા છેતરપિંડી કરવી, અન્ય સાયબર ગુનાઓના કિસ્સાઓ અગાઉ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. સાયબર ક્રાઈમ દ્વારા આ બધા ગુનાઓને ડામવા પૂરતા પ્રયાસ પણ કરી રહી છે. જેથી હેકર્સે ગુજરાત પોલીસને ટ્વિટર એકાઉન્ટ હેક કરી પડકાર ફેક્યો છે.સોમવારે રાત્રે 9 30 થી 10 વાગ્યાની આસપાસ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેકર્સે હેક કરી લીધું હતું. , ગુજરાત પોલીસના આઈડીમાં ઇલોન મસ્ક લખ્યું હતું, તેમજ પ્રોફાઇલમાં પણ રોકેટનો ફોટો લગાવ્યો હતો. મહત્વનું છે કે  હેકર્સ વિરુદ્ધ પોલીસે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. જેથી હેકર્સે ગુજરાત પોલીસનું એકાઉન્ટ જ હેક કરી પડકાર આપ્યો છે. સાયબર ક્રાઈમ વિભાગની કાર્યવાહીથી હેકર્સ પરેશાન હતા. 

જેથી ગુજરાત પોલીસનું આઈડી હેક કરવાની કારતૂત કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગુજરાત પોલીસનું ઓફિશિયલ હેન્ડલ (ટ્વીટર) હેક કરવામાં આવ્યું છે તે દરેકને જાણ કરવા માટે આ છે.આગળની સૂચના સુધી તેમના દ્વારા શેર કરાયેલા સંદેશાઓ અથવા કોઈપણ માહિતીનો જવાબ ન આપવા વિનંતી.ગણતરીની મિનિટોમાં જ હેકર્સની આ કારનામા પર પાણી ફેરવી દીધું છે. ફરી હવે પૂરતો કંટ્રોલ ટ્વીટર એકાઉન્ટનો ગુજરાત પોલીસનાં હાથમાં આવી ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર