Samsung Galaxy S22 series ના 3 દમદાર ફોન લોન્ચ, જુઓ કિમંત-ફીચર્સની સંપૂર્ણ ડિટેલ

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (18:51 IST)
સૈમસંગે બુધવારે પોતાનો ગેલેક્સી અનપૈક્ડ ઈવેંટમાં ફ્લેગશિપ ગેલેક્સી S22 સીરીઝ સ્માર્ટફોન લોંચ કર્યો. ગયા વર્ષની જેમ સૈમસંગે ત્રબ્ણ એસ સીરીઝ સ્માર્ટ ફોન લોંચ કર્યા છે. નવી લાઈનઅપમાં સૈમસંગે ગેલેક્સી S22, ગેલેક્સી S22+ અને ગેલેક્સી S22 અલ્ટ્રાનો સમાવેશ છે. સ્માર્ટપફોન હાઈ-એંડ સ્માર્ટફોનના માટે લેટેસ્ટ ચિપસેટથી લૈસ છે અને તેમા 120Hz રિફ્રેશ રેટ સાથે AMOLED ડિસ્પ્લે છે. ખાસ વાત એ છે કે આ વર્ષે સેમસંગે પોતાના ગેલેક્સી S22+ અને ગેલેક્સી S22 અલ્ટ્રા મોડલ માટે ચાર્જિંગ સ્પીડ વધારી દીધી છે. જેમા 45W વાયર્ડ ચાર્જિંગની રજુઆત કરવામાં આવી છે.  સૈમસંગે ગેલેક્સી S22 અને   ગેલેક્સી S22+ મોડલમાં એક જ કૈમરા સેટઅપ છે. જ્યારે કે ગેલેક્સી S22 અલ્ટ્રા એસ સીરીઝનો પહેલો સ્માર્ટફોન છે જેને ફોનના ચેસિસમાં મુકવામ આવ્યો છે. જાણો કિમંત અને ફીચર્સની પૂરી ડિટેલ 
 
 
 જુઓ Galaxy S22 સિરીઝની મોડલ મુજબની કિંમત
 
- Samsung Galaxy S22 અને Samsung Galaxy S22+ 8GB+128GB અને 8GB+256GB વેરિઅન્ટ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. જ્યારે, હાઇ-એન્ડ Samsung Galaxy S22 Ultra 8GB+128GB, 12GB+256GB, 12GB+512GB અને 12GB+1TB વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.
 
- Galaxy S22 ની પ્રારંભિક કિંમત $799.99 (અંદાજે રૂ. 59,900) છે જ્યારે Galaxy S22 Plusની પ્રારંભિક કિંમત $999.99 (અંદાજે રૂ. 74,800) છે. Samsung Galaxy S22 Ultraની પ્રારંભિક કિંમત $1,199 (લગભગ રૂ. 89,700) છે.
 
-કંપનીનું કહેવું છે કે Galaxy S22 સિરીઝના સ્માર્ટફોન 25 ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
 
Samsung Galaxy S22 માં શુ છે ખાસ 
 
- Samsung Galaxy S22 એંડ્રોયડ 12 પર ચાલે છે જેની ઉપર વન યુઆઈ 4.1 છે. આ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ 6.1-ઇંચની ફુલ-એચડી+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે જો કે  10Hz જેટલુ ઓછુ હોઈ શકે છે. સૈમસંગે ગેલેક્સી S22માં ઓક્ટા-કોર 4nm ચિપ છે જેને 8GB રૈમ સાથે જોડવામાં આવી છે. 
 

સંબંધિત સમાચાર

Next Article